- ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર દ્વારા વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસ માટેની અરજીઓ મંગાવાઈ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, પાલનપુર વિભાગ દ્વારા એપ્રેન્ટીસ એકટ ૧૯૬૧ હેઠળ વિવિધ આઈ.ટી.આઈ પાસ ઉમેદવારો પાસેથી એપ્રેન્ટીસ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
જે ટ્રેડમાં (૧) મિકેનિક મોટર વ્હીકલ
(૨) મિકેનિક ડીઝલ
(૩) ઈલેક્ટ્રીશિયન
(૪) પ્રો. એન્ડ સી. એસસ્ટીવ આસી (પાસા)
(૫) વેલ્ડર
(૬) વાયરમેન માટે એપ્રેન્ટીસ તરીકે તાલીમ આપવામાં આવશે.
જેમાં ઉમેદવારની લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૦ પાસ છે.
ઉમેદવારોએ www.apprenticeshipindia.gov.in પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ઉમેદવારે ફોર્મની હાર્ડ કોપી, એલ.સી., માર્કશીટ, આઈ.ટી.આઈ પ્રમાણપત્ર, જાતિનો દાખલો, પોલીસનો દાખલો તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટા, તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે ગુ.રા.મા.વા.વ્ય.નિગમ પાલનપુર વિભાગીય કચેરી, એરોમા સર્કલ, જી.ડી. મોદી કોલેજ સામે, પાલનપુર ખાતે તારીખ ૦૪/૦૭/૨૦૨૫ થી ૧૦/૦૭/૨૦૨૫ સુધી સવારે ૧૧:૦૦ થી બપોરે ૪:૦૦ કલાકે જાહેર રજાના દિવસો સિવાય અરજી જમા કરવાની રહેશે.
No comments:
Post a Comment